માર્ચ 20, 2025 7:41 પી એમ(PM)

printer

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ.

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે વન બહારના વિસ્તારોમાં એક હજાર 143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.
વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી બેરાએ જણાવ્યું કે વન અને વન્યજીવના સંરક્ષણ માટે આ વર્ષે વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારો કરાયો છે. જેમાં પ્રોજેક્ટ લાયન માટે 415 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. વનોનું સંવર્ધન અને સંરક્ષણ કરવા વન વિસ્તારમાં 49 હજાર હેકટર અને વન બહારના વિસ્તારમાં 39 હજાર હેકટરમાં વાવેતર કરવાનું આયોજન છે. તેમણે જણાવ્યું કે વન અને વન્યપ્રાણીઓનું રક્ષણ કરવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી માટે 6 કરોડ 20 લાખ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.