પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો છે. વિશ્વસનીયતા, સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ફી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. સ્થાનિક વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ માટે 50 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ માટે નવી ફી 19 રૂપિયા હશે. 50 ગ્રામથી 250 ગ્રામ સુધીની વસ્તુઓ માટે 24 અને 250 થી 500 ગ્રામ સુધીની વસ્તુઓ માટે 28 રૂપિયા હશે.વધુમાં 50 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ માટે 200 થી બે હજાર કિલોમીટર સુધી વસ્તુઓ માટે 47 રૂપિયા ફી વસૂલવામાં આવશે. 50 ગ્રામથી 250 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ માટે 200 કિલોમીટરની અંદરની વસ્તુઓ માટે લઘુત્તમ ફી 59 અને બે હજાર કિલોમીટરથી વધુની વસ્તુઓ માટે 77 રૂપિયા હશે. અંતરના આધારે સ્પીડ પોસ્ટ ફીમાં પણ સુધારો કરાયો છે, જે 70 રૂપિયા થી 93 રૂપિયા સુધીનો છે.મંત્રાલયે જણાવ્યું હતું કે સ્પીડ પોસ્ટ વસ્તુઓ પર પણ GST લાગુ થશે. વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ સેવાઓની ઍક્સેસ વધારવા માટે સ્પીડ પોસ્ટ ફી પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત, નવા બલ્ક ગ્રાહકોને પાંચ ટકાનું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.અંતર્દેશીય સ્પીડ પોસ્ટ ચાર્જ છેલ્લે ઓક્ટોબર 2012 માં સુધારવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે સ્પીડ પોસ્ટ માટે શરૂ કરાયેલી નવી સુવિધાઓમાં OTP-આધારિત સુરક્ષિત ડિલિવરી, ઓનલાઈન ચુકવણી સુવિધા, SMS-આધારિત ડિલિવરી સૂચનાઓ અને રીઅલ-ટાઇમ ડિલિવરી અપડેટ્સનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 8:41 એ એમ (AM)
પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો