પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જુનાગઢમાં પણ ગિરનાર પર્વત પર સવારે પાંચ વાગ્યે મંદિરના શિખરે ધજારોહણ સાથે ઉજવણી શરૂ થઈ. ત્યારબાદ શ્રી સુક્તના પાઠ, અભિષેક અને હોમ હવનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા હતા.
ગિરનાર પર ઉડનખટોલાની સેવા શરૂ થતાં બાળકોથી લઈ મોટી વયના ભક્તોએ માતાજીના દર્શન કરી ઉજવણીનો લ્હાવો લીધો હતો.
Site Admin | જાન્યુઆરી 3, 2026 5:23 પી એમ(PM)
પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી..