પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોસ્ઝેવસ્કીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા માટે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ભૂમિકા ભજવી હતી. મીડિયા સાથે વાત કરતા,
શ્રી બાર્ટોસ્ઝેવસ્કીએ પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોનો સ્વીકાર કર્યો, વૈશ્વિક શાંતિ પ્રયાસોમાં મુખ્ય મધ્યસ્થી તરીકે ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.
શ્રી બાર્ટોઝેવસ્કીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, રશિયા સાથે ભારતના સંબંધો સતત વિકાસ પામી રહ્યા છે, રાષ્ટ્રપ્રમુખ પુતિને તેને ખાસ વિશેષાધિકારપૂર્ણ ગણાવ્યું. તેમણે યુદ્ધ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની યુક્રેનની મુલાકાતને યાદ કરતા કહ્યું કે, આ મુલાકાતે ભારતના તટસ્થ વલણ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.
Site Admin | માર્ચ 18, 2025 8:13 પી એમ(PM)
પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોસ્ઝેવસ્કીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા માટે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ભૂમિકા ભજવી હતી.