જુલાઇ 10, 2025 8:46 એ એમ (AM)

printer

પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અમદાવાદમાં 235 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં મેડીકલ સ્ટોર ઉપર થતા નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઇકાલે હાથ ધરાયેલા મેગા સર્ચ ઓપરેશનમાં 235 કેસ કરાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. આ તમામ કેસમાં 54 આરોપીઓ સામે કેસ નોંધાવામાં આવ્યાં હતા.આ તપાસ દરમિયાન જુવેનાઇલ જસ્ટીસના 53, સિગારેટસ અને અન્ય ટોબેકો પ્રોડક્ટસના 178, એનડીપીએસ બે અને ઇ-સિગારેટના બે કેસ નોંધાયા હતા.અમદાવાદની સાથેસાથે અમરેલીમાં 350 અને સુરેન્દ્રનગરમાં 90 મેડિકલ સ્ટોરનું ચેકિંગ હાથ ધરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.