પોલીસે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પડતર પ્રશ્નો અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો
હડતાળ પર ઉતર્યા હતા. આ માટે તેમણે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી.
Site Admin | એપ્રિલ 1, 2025 3:13 પી એમ(PM)
પોલીસે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી
