પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં છે.
પોરબંદરથી અમારા પ્રતિનિધિ મહેશુ લુક્કા જણાવે છે કે પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક ખલાસીને બચાવવા તટરક્ષક દળનું હેલીકોપ્ટર ગઇકાલે રાત્રે 4 જવાનો સાથે રવાના થયું હતું. ઘટના સ્થળે આ હેલીકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન તૂટી જઇ દરિયામાં ખાબક્યું હતું. ચાર જવાનો પૈકી એક જવાનને બચાવી લેવાયો હતો, જ્યારે લાપતા બનેલા 3 જવાનોને શોધી કાઢવા 4 શીપ અને બે હેલીકોપ્ટરની મદદ લેવાઇ હતી.
આ શોધખોળ અભિયાનમાં 3 પૈકી બે જવાનોનાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ એક જવાનની ભાળ મળી નથી. જેની શોધખોળ ચાલી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 7:33 પી એમ(PM) | જવાનો
પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં
