જુલાઇ 21, 2024 3:26 પી એમ(PM)

printer

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.. દરિયાની મધ્યે એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હતી..

હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો.. પોરબંદરથી ૨૦ કિલોમીટર આસપાસ કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટથી ૧૦૦ મીટર લીફ્ટિંગ કરી દર્દીને સલામત સ્થળે સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.