પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે. સાથે જ વીસાવાડા અને મિયાણીના બિચને વૈશ્વિક કક્ષાના પ્રતિકાત્મક બિચ બનાવવા સરવેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ આ અંગે માહિતી આપી હતી.
પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કહ્યું, મોકરસાગર અભયારણ્ય રાજ્યનું મહત્વનું પ્રવાસન સ્થળ બનશે.
Site Admin | માર્ચ 27, 2025 7:11 પી એમ(PM)
પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે.
