પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો દિવ્યાંગ વિશેષ ખેલ મહાકુંભ યોજાશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શનમાં યોજાનાર આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, થેલેસેમિયા, સિકલસેલ, હિમોફિલિયા, પાર્કિન્સન્સ અને ક્રોનિક ન્યુરોલોજી જેવી વિવિધ દિવ્યાંગ શ્રેણીના ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા દર્શાવશે. રાજ્યકક્ષાનો આ સંપૂર્ણ કાર્યક્રમ 10 જાન્યુઆરીથી શરૂ થશે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:56 એ એમ (AM)
પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો દિવ્યાંગ વિશેષ ખેલ મહાકુંભ યોજાશે