પોરબંદરની શ્રી રામ સ્વીમિંગ કલબ દ્વારા દર નેશનલ લેવલની સી સ્વીમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે એક કિલોમીટર જનરલ અને પેરા સ્પર્ધકોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 16 રાજ્યોના 900 જેટલા સ્પર્ધકોએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું.આ સ્પર્ધા સાથે સાથે પોરબંદરમાં સૌપ્રથમ વખત પોરબંદર ટ્રાયથોલોન 2026 સ્પર્ધા યોજાઈ હતી જેમાં પણ ત્રણ કેગેટરીમાં 113 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કેબિનેટમંત્રી અર્જુન મોઢવાડીયા, પોરબંદર જિલ્લા પોલીસવડા ભગિરથસિંહ જાડેજા, કોસ્ટગાર્ડ અને નેવીના ઉચ્ચ અધિકારી સહિતના ખાસ જોડાયા હતા.
Site Admin | જાન્યુઆરી 4, 2026 10:10 એ એમ (AM)
પોરબંદરમાં 25મી રાષ્ટ્રિય કક્ષાની બે દિવસ તરણ સ્પર્ધામાં 16 રાજ્યના 900 સ્પર્ધકોએ ભાગ લીધો