પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ક્વૉલિફાઈડ રાઉન્ડ ત્રણ કિલોમીટરનો અને ફાઈનલ રાઉન્ડ બે કિલોમીટરનો યોજાયો હતો.દરમિયાન વિજેતા થનારા એકથી ત્રણ સ્પર્ધકોને ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા. એક સ્વિમિંગ ક્લબ દ્વારા પાણીની રમતોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી સ્પર્ધામાં પ્રવીણ ચુડાસમા પ્રથમ, દિનેશ પરમાર બીજા અને રાજેશ મેવાડા ત્રીજા નંબરે રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 15, 2025 9:52 એ એમ (AM)
પોરબંદરમાં પહેલી વાર અખિલ ભારતીય સી કાયાકિંગ સ્પર્ધા યોજાઈ
