પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન નિયામક વિભાગ દ્વારા 6 એમ્બ્યુલન્સ મુકી 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા હતા. મકરસંક્રાંતિ નિમિતે પતંગના દોરથી પશુ-પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોય છે, અને આવા ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે પોરબંદરના પશુ પાલન વિભાગ દ્વારા 3 દિવસ માટે ખાસ કિસ્સામાં 6 જેટલી પશુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 16, 2026 9:54 એ એમ (AM)
પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત 58 પશુ-પક્ષીના જીવ બચાવાયા