ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM) | પોરબંદર

printer

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. મધ્યપ્રદેશમાં ભોપાલની રાષ્ટ્રીયકક્ષાએ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલી પાંચ દિવસની કાર્યશાળામાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવે ભાગ લીધો હતો.
નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ સાથે રમકડાં અને કઠપૂતળીનો શિક્ષણમાં ઉપયોગ થાય તે હેતુથી આ કાર્યશાળા યોજાઈ હતી, જ્યાં પોરબંદર જિલ્લામાંથી રાણાવાવ તાલુકાની આદિતપુરા પ્રાથમિક શાળાનાં ભાષા શિક્ષક ડૉ. પ્રજ્ઞા જોષીની પસંદગી ગોબરના રમકડાં માટે કરવામાં આવી હતી. તેમણે ગોબરના પ્રાચીન રમકડાં બનાવ્યાં હતાં, જેનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે સારો ગણવામાં આવે છે.