પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદી નારણ જાદવ પાસ્તરીયાએ પાંચમી જુલાઇ 1997ના રોજ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી અને તેના પુત્ર અને ભાઇને પોલીસ કસ્ટડીમાં માર મારવાની ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસમાં પોરબંદરના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શંકાનો લાભ આપી સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:17 પી એમ(PM) | સંજીવ ભટ્ટ
પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા
