ઓક્ટોબર 1, 2024 3:53 પી એમ(PM)

printer

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે પોરબંદરના પ્રવાસે

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે પોરબંદરના પ્રવાસે છે. ગાંધી જયંતિ પ્રસંગે તેઓ સવારે 6 વાગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરિયા કિનારે સફાઈ કાર્યક્રમાં જોડાશે. સવારે આઠ વાગે તઓ કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે તેમજ પ્રાર્થના સભામાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ સુદામા ચોક ખાતે સવારે 9 વાગ્યા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપશે. 9.30 કલાકે તેઓ બિરલા હોલ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૨ વાગ્યે તેઓ કુતિયાણા ખાતે આવેલ ખાગેશ્રી ગામમાં નવીન પી.એચ.સી.નું લોકાર્પણ અને ગ્રામસભાને સંબોધન કરશે અને બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.