ઓક્ટોબર 5, 2024 7:34 પી એમ(PM)

printer

પોરબંદરના બરડા જંગલમાં ટૂંક સમયમાં જંગલ સફારી શરૂ થશે

પોરબંદરના બરડા જંગલમાં ટૂંક સમયમાં જંગલ સફારી શરૂ થશે. આ માટેની તૈયારીઓ વનવિભાગ દ્વારા શરૂ કરી દેવાઈ છે. શરૂઆતના સમયમાં લોકોએ અહીં બૂકિંગ વિન્ડોથી ઑફલાઇન ટિકિટ લેવાની રહેશે. ટિકિટના ભાવ આગામી ટૂંક સમયમાં નક્કી થશે. સાથે જ ગાઇડ માટેની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. 192 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવતા બરડા જંગલમાં સાબર અને ચિતલનું પ્રજનન કેન્દ્ર આવેલું છે. આ ઉપરાંત ત્યાં સિંહ, દીપડા નીલગાય, જંગલી ભૂંડ, સાબર, ચિતલ સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. કુદરતી ઝરણાંઓ, જંગલોમાં ઔષધિ વૃક્ષો બરડા જંગલની શોભા વધારે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.