ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2024 7:57 પી એમ(PM) | પોરબંદર

printer

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે

પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરનાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે. તટરક્ષક દળના ચાર નૌકા દળના બે જહાજો અને કેટલાંક વિમાનો દિવસ રાત ગુમ થયેલા પાયલટની શોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરનાં રોજ મોટર ટેન્કરનાં ચાલક દળનાં સભ્યને મેડિકલ સહાય પૂરી પાડવા માટે રવાના થયેલું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં એક પાયલટને બચાવી લેવાયા હતા અને ચાલક દળનાં બે સભ્યોનાં મૃતદેહો મળી આવ્યા હતા.
ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અમિત ઉનિયાલે આકાશવાણી સમાચારને જણાવ્યું કે, નૌકા દળની ક્લિયરન્સ ડાઇવિંગ ટીમ તથા વિશેષ જહાજો બચાવ અભિયાનમાં મદદ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે અને બ્લેક બોક્સની શોધ ચાલુ છે.