પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના ઉડયન મંત્રી, રેલવે મંત્રી તથા પરિવહન મંત્રીને મળી જિલ્લાના વિકાસને અડચણરૂપ થતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ સાથે જોડાયા હતા.જેને પગલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તથા બંદરને જોડતા પુલ અને રોડને ચારમાર્ગીય કરીને, અપગ્રેડ કરી તેના જર્જરીત પુલની જગ્યાએ નવા પુલો માટે તાકીદે મંજૂરી આપવા માટે વિભાગને સૂચનાઓ આપી દીધી હતી.ઉડયન મંત્રી ચંદ્રમોહન નાયડુએ પોરબંદરથી અમદાવાદ સીધી ફ્લાઇટ અંગે ખાતરી આપી હતી.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે રેલવેને લગતા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનું આયોજન પણ હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 25, 2025 9:39 એ એમ (AM)
પોરબંદરના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સમક્ષ રોડ, રેલવે અને હવાઇ સેવા વધારવા અંગેની રજૂઆત કરી