ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે.
યુવાનોને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ યુવાન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે, તો સરકાર હંમેશાં તેને મદદ કરવા માટે તૈયાર છે. આજના યુવાનોએ નોકરીના બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરવો જોઈએ, જેથી કરીને પોતાના બિઝનેસ થકી અનેક લોકોને રોજગારી મળશે.