ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 8:25 પી એમ(PM)

printer

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા.
હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 289થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તે આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન, ઇઝરાયલી આર્મી રેડિયોએ જણાવ્યું હતું કે, તેની સેનાએ ખાન યુનિસ પર હુમલામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેફને નિશાન બનાવ્યો હતો. જો કે, હમાસના લશ્કરી વડાનું મોત થયું હતું કે નહીં તેની કોઇ જાણકારી મળી નથી.