ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 2:41 પી એમ(PM)

printer

પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે

પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે. આ પ્રદેશમાં માનવતાવાદી સહાયની સશસ્ત્ર લૂંટને પગલે આ સહાય બંધ કરવામાં આવી છે. ગત 16 નવેમ્બરે સશસ્ત્ર ટોળકીએ સહાય ટ્રકોના કાફલાને લૂંટી લીધા બાદ આ નિર્ણય લેવાયો છે. 29 નવેમ્બરે પણ અનાજ લઈ જતી ટ્રકો લૂંટી લેવાઇ હતી.
સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ ગાઝામાં આવતી એક તૃતીયાંશથી વધુ સહાયની ચોરી કરવામાં આવી રહી છે, જેમાં મોટાભાગની સંગઠિત લૂંટ ઇઝરાયેલી સૈન્ય ડ્રોન દેખરેખ હેઠળના વિસ્તારોમાં થાય છે.