સપ્ટેમ્બર 8, 2024 7:36 પી એમ(PM)

printer

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે – તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે. ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે. આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ 200m KL-1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી જતાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના અભિયાનનો અંત આવ્યો.ગઈ મોડી રાત્રે નવદીપ સિંહે સુવર્ણ અને સિમરન શર્માએ રજત ચંદ્રક જીત્યા બાદ, ભારતના કુલ ચંદ્રકની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે અને ભારત ચંદ્રક ટેબલમાં 18માં સ્થાને છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.