ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

printer

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં 16માં સ્થાને રહ્યું છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નવદીપ સિંહે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ જીતીને રમતપ્રેમીઓનું દિલ જીતી લીધું છે અને દેશને તેના પર ગર્વ છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સિમરનની સફળતા તેની મહેનત, સમર્પણ અને નિશ્ચયનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સિમરનની સફળતા અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા આપશે.