ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 6, 2024 7:56 પી એમ(PM)

printer

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના પ્રવીણકુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં એશિયઆઇ વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સના નવમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં 2.08 મીટરનો એશિયન વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ટોકિયો પેરાલિમ્પિક્સમાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતે છ સુવર્ણચંદ્રક, નવ રજત ચંદ્રક અને 11કાંસ્ય ચંદ્રક સાથે કુલ 26 ચંદ્રકો મેળવ્યા છે.ગુજરાતનાં ભાવનાબેન અજાબાજી ચૌધરી મહિલાઓની ભાલા ફેંક F46 ફાઇનલમાં મુકાબલો કરશે. આ મેચ રાત્રે સાડા દસ વાગે રમાશે. આઉપરાંત, ભારતીય ખેલાડીઓ પાવર લિફ્ટીંગઅને એથ્લેટિક્સની કેટલીક રમતોમાં મુકાબલો કરશે. કસ્તુરીરાજામણિ મહિલાઓનાં 67 કિલો વજનવર્ગની ફાઇનલમાં રમશે. સોમનરાણા અને હાકોટા હોતોઝે સેમા પુરુષોની શોટ પુટ F57 ફાઇનલમાં રમશે. પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં દિલિપ ગાવિત ફાઇનલ માટે ક્વોલિફાયથયા હતા.