સપ્ટેમ્બર 4, 2024 8:23 પી એમ(PM)

printer

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતને પેરાલિમ્પક્સમાં કુલ 21 ચંદ્રક મેળવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિન ખિલારીને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પેરા ટેબલ ટેનિસનાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ગુજરાતનાં ભાવિના પટેલ ચીનનાં ખેલાડી સામે હારી ગયા હતા.
મહિલા શોટ પુટમાં અમિશા રાવત 15મા ક્રમે આવ્યા હતા.
દરમિયાન, ભારતની પેરા-બેડમિન્ટન ટીમ આજે પેરિસ ઓલિમ્પિકમાં એક સુવર્ણચંદ્રક, બે રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મેળવીને ભારત પરત ફરી હતી. નવી દિલ્હી વિમાન મથક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાદમાં રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આ ખેલાડીઓને મળ્યા હતા અને તેમની સિદ્ધિની પ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.