સપ્ટેમ્બર 2, 2024 7:50 પી એમ(PM) | પેરિસ પેરાલિમ્પિક

printer

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. નિતેશ કુમારે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3 વર્ગમાં  ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21 થી હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પકમાં ભારતે કુલ નવ ચંદ્રકો મેળવ્યા છે. અગાઉ, યોગેશ કથુનિયાએ આજે પુરુષોની ડિસ્ક્સ થ્રો એફ-56 સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો. પોતાનાં પ્રથમ જપ્રયત્નમાં 42.2 મીટરના અંતર સુધી ચક્ર ફેંકીનેઆ સીઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આજે રાત્રે પુરુષ સિંગલ્સ બેડમિન્ટનમાં SL-4 શ્રેણીની ફાઇનલમાં સુહાસ યતિરાજનો સામનો ફ્રાન્સના લુકાસ મજૂર સામે થશે, જ્યારે કાંસ્ય ચંદ્રક મુકાબલામાં સુકાંત કદમ સ્પર્ધા કરશે.મહિલા સિંગલ્સ બેડમિન્ટનની SU-5 ફાઇનલમાં આજે રાત્રે તુલસીમથી મુરુગેસનનો સામનો ચીનની યાંગ શૂ સામે થશે. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક વિજેતા અવની લેખારા સાથે વાત કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યોગેશ કથુનિયાને રજતચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.