જુલાઇ 5, 2024 10:08 એ એમ (AM) | newsupdate | topnews

printer

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કિરણ પહલને 4 બાય 400 મીટર રિલે ટીમમાં આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યા છે.
ગઇકાલે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને રિલે ટીમની 28 સભ્યોની જાહેરાત કરી હતી, જેમાં ભાલા ફેંકમાં પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા, એશિયન રમતોત્સવના ચેમ્પિયન તેજીન્દરપાલ સિંહ, અવિનાશ સાબલે, પારુલ ચૌધરી અને અન્નુ રાનીનો સમાવેશ થાય છે. ભાલા ફેંક ખેલાડી ડી પી મનુ ડોપિંગ બદલ સસ્પેન્ડ થતાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલીથી 11 ઓગસ્ટ દરમિયાન એથ્લેટિક સ્પર્ધા રમાશે.