ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM) | newsupdate | Paris Olympics

printer

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે.
લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમાં 20-22, 14-21થી હાર્યા હતા. તેઓ ઓલિમ્પિક્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી છે. સાઈના નેહવાલ અને પીવી સિંધુ બેડમિન્ટનમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા ખેલાડી છે.