ઓગસ્ટ 7, 2024 2:20 પી એમ(PM)

printer

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુશ્તીબાજ વિનેશ ફોગાટનાં વજનમાં થોડાં ગ્રામનો વધારો થતાં 50 કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિનેશ આજે ફાઇનલમાં અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે રમવાના હતા.
ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાત્રિ દરમિયાન ટીમનાં સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આજે સવારે ફોગાટાનું વજન 50 કિલોની ઉપર જતું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ વિનેશ ક્યુબાનાં ખેલાડીને હરાવીને ઓલિમ્પિક્સની ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.