ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 21, 2024 1:56 પી એમ(PM)

printer

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

આગામી 26મી જુલાઈથી શરૂ થનારી પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. આમાં 24 સશસ્ત્ર દળના જવાન પણ સામેલ થશે, જેમાં જેવલિન થ્રૉઅર સુબેદાર નીરજ ચોપરા તેમ જ 2 મહિલા ખેલાડી પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ઑલિમ્પિકમાં મહિલા સૈન્ય ખેલાડીઓ પહેલી વાર ભાગ લઈ રહ્યાં છે.
આ ઉપરાંત રાષ્ટ્રમંડળ રમતમાં વર્ષ 2022નાં કાંસ્ય ચંદ્રક વિજેતા હવલદાર જાસ્મીન લામ્બોરિયા અને એશિયન કુશ્તી ચેમ્પિયનશીપ વર્ષ 2023ના કાંસ્ય ચંદ્રક વિજેતા CPO રિતિકા હુડ્ડા પહેલી વાર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. તેઓ મુક્કેબાજી અને કુશ્તી સ્પર્ધામાં ભાગ લેશે.