જુલાઇ 29, 2024 8:38 પી એમ(PM) | Arjun Babuta | Paris Olympics

printer

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહ્યાં

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના અર્જુન બબુતાએ પુરુષોની 10 મીટર એર
રાઈફલ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. અર્જુન બીજા  ભારતીય શૂટર છે જે આજે
મેડલ ચૂકી ગયા છે, મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં રમિતા જિંદાલ
 પણ સાતમા  સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં, ચીનના શેંગ લિહાઓએ સુવર્ણ, સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને રજત  અને ક્રોએશિયાના મિરાન મેરિસિકે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમની  આજે આર્જેન્ટિના સામેની મેચ  ડ્રો રહી હતી.આર્જેન્ટિનાના લુકાસ માર્ટિનેઝે પ્રથમ હાફમાંજીતની ઘણી નજીક હતી ત્યારે
કેપ્ટન હરમનપ્રીત સિંહે છેલ્લી મિનિટની શરૂઆત પહેલા કરેલ ગોલ થી મેચ 1-1ની
બરાબરી પરપૂરી થઈ હતી .

 ભારતીય પુરૂષ હોકી ટીમ હવે આયરલેન્ડ સામે રમશે, જે ઓસ્ટ્રેલિયા

સામે 1-2થી હારી ગઈ હતી.