ઓગસ્ટ 31, 2024 8:20 પી એમ(PM)

printer

પેરિસમાં રમાઇ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં,  પેરા શૂટર રુબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટોલ SH1માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે

પેરિસમાં રમાઇ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં,  પેરા શૂટર રુબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટોલ SH1માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરાલિમ્પિકમાં ભારતને પાંચમો ચંદ્રક મેળવ્યો છે. પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સ દ્વારા આ ચોથો ચંદ્રક મેળવવામાં આવ્યો છે.દરમિયાન, સુહાસ યથીરાજ અને સુકાંત કદમ પુરુષ સિંગલ્સ SL4 બેડમિન્ટનમાંપોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જેનાંથી ભારતને ઓછામાં ઓછો એક ચંદ્રક સુનિશ્ચિત થયો છે.દરમિયાન, સ્વરૂપ ઉન્હાલકર ક્વોલિફિકેશન રાઉન્ડમાં14મા ક્રમે આવતા પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ (SH1)માં ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયા હતા.  પ્રવીણ કુમાર ભાલા ફેંકની  F57સ્પર્ધામાં રમશે.ગઈકાલે શૂટિંગમાં ભારતે ત્રણ ચંદ્રકો મેળવ્યા હતા. 10 મીટર એર રાઇફલમાં અવની લેખરાસુવર્ણ, મોના અગરવાલ કાંસ્ય અને 10મીટર એર પિસ્ટોલમાં મનિષ નરવાલ રજત ચંદ્રક જીત્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.