ઓગસ્ટ 31, 2024 9:23 એ એમ (AM)

printer

પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી

પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી.. જેમાં અવની લાખેરાના 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક, મનીષ નરવાલ રજત ચંદ્રક અને મોના અગ્રવાલના કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.
દરમિયાન પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આજે ત્રીજા દિવસે ભારત નિશાનેબાજી સ્પર્ધામાં ચંદ્રક મેળવે તેવી આશા રહેલી છે. નિશાનેબાજીમાં સ્વરૂપ મહાવીર ઉન્હાલકર પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. જ્યારે રૂબિના ફ્રાન્સિસ આજે બપોરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 માં ક્વોલિફિકેશનમાં રમશે. તેમજ ભાલાફેંક સ્પર્ધામાં પરવીન કુમાર આજે રાત્રે F57 ફાઈનલ ઈવેન્ટમાં પોડિયમ ફિનિશ મેળવવા પર નજર રાખશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.