કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરશે. મંત્રાલયે માહિતી આપી કે, આ મહિના સુધી ચાલનારી ઝુંબેશ દેશભરમાં બે હજાર 500 શિબિરોમાં યોજાશે.આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ચહેરા ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝુંબેશ હેઠળ, બધા પેન્શનરો, ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો, તેમની સુવિધા મુજબ સીમલેસ ડિજિટલ મોડ દ્વારા તેમના જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ આ મહિના સુધી ચાલનારા અભિયાન માટે તકનીકી સહાય પૂરી પાડશે.
Site Admin | નવેમ્બર 5, 2025 9:56 એ એમ (AM)
પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરાવશે