ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 16, 2025 9:10 એ એમ (AM)

printer

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વર્તુળ ,અમદાવાદ ખાનપુર ખાતે 26ઓગસ્ટ મંગળવારે પેન્શન અદાલતનું આયોજન

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વર્તુળ ,અમદાવાદ ખાનપુર ખાતે 26ઓગસ્ટ મંગળવારે સવારે 11 વાગ્યે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે.આ અદાલતમાં નીતિવિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. પેન્શન સંબંધિત ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ગુજરાત વર્તુળ, ખાનપુર અમદાવાદ ખાતે 19 ઓગસ્ટ સુધી મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય બાદ મળેલ ફરિયાદ ધ્યાનમાં લેવાશે નહિ.