માર્ચ 18, 2025 7:18 પી એમ(PM)

printer

પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી રાજ્યનાં નાગરિકોને છેલ્લાં બે વર્ષમાં 4 હજાર 820 કરોડ રૂપિયાનો લાભ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૩ હજાર ૧૯૪ કરોડ રૂપિયા તથા ૧ હજાર ૬૨૬ કરોડ રૂપિયાનો લાભ થયો.
સરકારે નવેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર ૨૦.૧૦ ટકાથી ઘટાડીને ૧૩.૭ ટકા કર્યો છે. જયારે ડિઝલ ઉપરના વેરાનો દર પણ ૨૦.૨૦ ટકાથી ઘટાડીને ૧૪.૯ ટકા કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે આ વેરાના દરમાં કોઇ પણ પ્રકારનો વધારો કર્યો નથી.
આ ઉપરાંત પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સીએનજી તથા પીએનજી પર વેરાનો દર ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. સી એન જી અને પી એન જી પર વેરાનો દર ઘટાડવાથી છેલ્લાં બે વર્ષમાં નાગરિકોને અનુક્રમે ૫૯૯ કરોડ રૂપિયાનો, ૩૪૫ કરોડ રૂપિયાનો નફો થયો છે.