ડિસેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)

printer

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણના ઉપયોગને કારણે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં 736 લાખ મેટ્રિક ટનનો ઘટાડો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઊર્જા એ અર્થતંત્રની જીવાદોરી છે અને ભારતનો ઊર્જા વપરાશ ઝડપથી વધી રહ્યો છે. આજે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ આગામી 20 વર્ષ સુધી, વૈશ્વિક ઊર્જાની માંગમાં લગભગ 35 ટકા વધારો ભારતમાંથી થશે તેવો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભારત ઊર્જાની આયાત પર દર વર્ષે આશરે 150 અબજ ડોલર ખર્ચ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ઇથેનોલ માટે ફીડ્સની શરૂઆત ખાંડ અને શેરડીથી કરવામાં આવી હતી પરંતુ હવે તે મકાઈ જેવા ઓછા પાણીવાળા પાક તરફ વળ્યું છે. આ ખરીદીના પરિણામે ખેડૂતોને વાર્ષિક આશરે 40 હજાર કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.