ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:55 પી એમ(PM)

printer

પૂર દરમિયાન નુકસાનગ્રસ્ત 36 હજારથી વધુ ઘરોના પુનર્નિર્માણ માટેનો પંજાબ સરકારનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે સ્વીકાર્યો

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરના પૂર દરમિયાન નુકસાન પામેલા 36 હજાર 703 ઘરોના પુનર્નિર્માણ માટે પંજાબના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને ઘર ગુમાવનાર દરેક પરિવારને આ હેતુ માટે એક લાખ 60 હજાર રૂપિયા આપવામાં આવશે.
આજે લુધિયાણામાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અગાઉ 14 હજાર ઘરોનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ બાદમાં તેને વધારીને કુલ
36 હજાર 703 કર્યો હતો.
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યમાં અસરગ્રસ્ત ખેડૂતોને મફત અનાજના બીજ આપવા માટે 74 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરવામાં આવી છે.