હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, કર્ણાટક, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કેરળ, માહે અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે, વસંત વિહાર સહિત રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા.
Site Admin | જુલાઇ 29, 2025 9:11 એ એમ (AM)
પૂર્વ રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, સહિતના સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
