જૂન 16, 2025 9:28 એ એમ (AM)

printer

પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અવસાન પર આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક

પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અવસાન પર આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. આજે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાશે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજકોટમાં સ્વર્ગીય વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીનું અવસાન થયું છે. ગઈકાલે તેમના DNA નમૂના મૅચ થયા હતા. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ બપોરે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ પહોંચાડવામાં આવશે. રાજકોટમાં સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી સ્વર્ગીય રૂપાણીના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.