પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને આજે તેમની સાતમી પુણ્યતિથિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. 16 ઓગસ્ટ 2018 ના રોજ તેમનું અવસાન થયું. શ્રી વાજપેયી ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમનો પહેલો કાર્યકાળ 1996માં ફક્ત તેર દિવસનો હતો. બીજી વખત તેઓ 1998 થી 1999 સુધી 11 મહિના માટે પ્રધાનમંત્રી રહ્યા, અને ત્રીજી વખત 1999 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે પ્રધાનમંત્રી રહ્યા. વર્ષ 2015 માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:12 એ એમ (AM)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે તેમની સાતમી પુણ્યતિથિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે
