પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.મોદી કેન-બેતવા રિવર નેશનલ લિન્કિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના અંતર્ગત દેશની આ પ્રથમ નદી જોડો યોજના છે.અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી નિમિત્તે મોદી ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. તેઓ ગ્રામ પંચાયતો માટે એક હજાર 153 અટલ ગ્રામ સુશાસન ભવનોનો શિલાન્યાસ પણ કરશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નદી જોડો યોજનાથી જ રાષ્ટ્રનો વિકાસ સંભવ છે.હાલ ચાલી રહેલા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ડો.મોહન પણ ઉપસ્થિત રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 2:02 પી એમ(PM) | ખજૂરાહો
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીવાજપેયીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજૂરાહોમાં થોડીવારમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે
