ઓગસ્ટ 30, 2025 7:06 પી એમ(PM)

printer

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આજે મેઘમહેર-હાલોલમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
દરમિયાન આણંદના ઉમરેઠ અને મહીસાગરના કડાણામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, ડીસા, દિયોદર ભાભર, થરા પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.