ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે. તેઓને ત્યાંજ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર સ્ટેટ લિવિંગ SEIL દ્વારા આયોજિત યુવા સંસદમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં આમ જણાવ્યું હતું.
શ્રી શાહે કહ્યું કે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમમાં 480 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો, જેનો વિશેષ લાભ અરૂણાચલ પ્રદેશને મળશે. તેઓએ જણાવ્યું કે બ્રહ્મપુત્ર નદી પર દેશનો સૌથી લાંબો રેલવે સહ માર્ગ બ્રિજ બનાવવાની યોજના બનાવાઇ રહી છે. આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રેલવે લાઇન પણ બનાવવામાં આવી રહી છે.