ડિસેમ્બર 19, 2024 1:43 પી એમ(PM) | ઈંગ્લેન્ડ

printer

પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેની માતા પર હુમલો કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય સંદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે

પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેની માતા પર હુમલો કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય સંદીપ સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લેસ્ટરશાયર પોલીસે મૃતક ભજન કૌરને આ વર્ષે 13મી મેના રોજ તેમના ઘરેથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢવામાં આવ્યા હતાં. ત્યાર બાદ આરોપી પુત્ર સંદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ બાદ, સિંહને ગઈકાલે 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.