કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પૂરથી પ્રભાવિત પંજાબના ખેડૂતોને ખાતરી આપી હતી કે કુદરતી આફતની આ ઘડીમાં કેન્દ્ર તેમની સાથે મજબૂત રીતે ઉભું છે. શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રવ્યાપી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ મુજબ જણાવ્યુ હતું.
બેઠક દરમિયાન, તેમણે વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી અને પંજાબના કેટલાક ભાગોમાં પૂર અને પાક પર તેની અસર અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. શ્રી ચૌહાણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે અને શક્ય તેટલી બધી સહાય સુનિશ્ચિત કરવા માટે પીડિત ખેડૂતોને વ્યક્તિગત રીતે મળશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:52 પી એમ(PM)
પૂરથી અસરગ્રસ્ત પંજાબના ખેડૂતોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકારની ખાતરી