પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 70 ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂરગ્રસ્તોની મદદ માટે પાંચ-પાંચ કરોડ રૂપિયાની સહાયના ચેક પણ મોકલવામાં આવ્યા હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ.
આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે ૮ હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:18 પી એમ(PM)
પૂરગ્રસ્ત પંજાબ માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી
