સપ્ટેમ્બર 7, 2025 8:32 એ એમ (AM)

printer

પૂરગ્રસ્ત પંજાબમાં પુર ઓસરતા પરિસ્થિતિમાં હવે ધીમેધીમે સુધારો. અત્યાર સુધીમાં 46 લોકોના મોત

પૂરગ્રસ્ત પંજાબમાં પરિસ્થિતિ હવે સુધરી રહી છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં અમૃતસર અને રૂપનગરમાં વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે 14 જિલ્લાઓમાં કુલ મૃત્યુઆંક 46 થયો છે, જ્યારે પઠાણકોટ જિલ્લામાં ત્રણ લોકો ગુમ છે. અસરગ્રસ્ત ગામોની સંખ્યા પણ વધીને 1996 થઈ ગઈ છે, કુલ 3.87 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે.મીડિયા અહેવાલો અનુસાર, પંજાબ સરકારે 13,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ લગાવ્યો છે. જોકે, આ એક વચગાળાનું મૂલ્યાંકન છે, કારણ કે પાણી ઓસરી ગયા પછી જ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન શક્ય બનશે.