ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 2, 2025 4:00 પી એમ(PM)

printer

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં વિજેતાને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. દરમિયાન પાટણ ખાતે ગાંધી જયંતી નિમિત્તે રાજકીય પક્ષો સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઇ.